મુક્તાષ્ટક
ભાળું આજે અતિ-મને; વ્યાપુ સઘળે સ્થાન,
વિચરું વ્યોમે હરપળે; ભૂલી બુદ્ધિ ભાન . (૧)
આલ્હાદક શીતળ ઘણો; અનુભવ દિવ્ય સુજાણ,
કેન્દ્રે જોઉં સમષ્ટિ ને; ગૌરીપટ્ટ ના જાણ (૨)
ઘટ-આકાશે એક હું; નવદીસે બીજું ત્યાંય,
સર્વત્રે વ્યાપી બધું; બિંદુ માં સમાય (૩)
નભ-રેવા એ પર્વતે, સ્થાવર-જંગમ માંહ્ય,
જડ-ચેતન તત્વો બધા, મન સમંદરે હાય.(૪)
કોટી આનંદ વ્યાપ્ત ને, અવિરત પ્રેમ ઝરે,
ચિત્તશાંતિ પ્રસરી બધે, સંતોષ અખંડ ઠરે (૫)
માયા પિંજર તોડીને; ઉડયું ખેંચર જ્યમ,
મુક્તાનંદ પામી ઘણો; સ્થિરચિત્ત પણ તેમ (૬)
'ક'નાથ ના નાથે કરી ,દ્રષ્ટિ જ્યાં પળવાર,
ભેદી ભવસાગર તણો, દુર્ગમ બેડીપાર (૭)
- કપિલ શેલત
તારીખ ૧/૩/૨૧, સોમવાર,મહા વદ બીજ. આણંદ,ગુજરાત.