Sunday, June 22, 2025

Shree Guru Pratahsmaran

શ્રીગુરુ પ્રાતઃ સ્મરણ

પંચમી સહુ મુદ્રા સહિત ; ધ્યાન પદ્મ પરાગ,
પુજી 'લં' ઇત્યાદિ થી ; સ્મરી શ્રી મન્નાથ, (૧)

બેસી બ્રહ્મવેલા થકી ;ચિંતી ગુરુત્રય ધ્યાન; 
સ્મરી દિવ્ય,સિદ્ધોધ; માનવોધ પ્રધાન .(૨)

માનસ પૂજન ગુરુ તણું ; કરવું જાણી માન, 
એકાગ્ર ચિત્તે ધરી; ગુરૂપાદુકા ધ્યાન (૩)

આપ્લાવીત રસ-સ્નિઘ થી; વર્ષા અમૃત જેમ; 
ગુરુકૃપા એ પામશે; પરબ્રહ્મ પણ એમ.(૪)

થતાં દર્શન પરતત્વ નું ; બાકી શું જગ માંહ્ય, 
સ્વયં શંભુ તત્વે ચરે ;ઘટ-આકાશે ત્યાંય .(૫)

તેથી નિત્યાભ્યાસ થકી ; કરવું સદગુરુ ધ્યાન, 
કૃપા પામતા દેવ ની; સઘળે વિદ્યમાન . (૬)

સુણી અંતર ના ઓરડે ; રચી પંક્તિ પણ એમ,
 'ક' નાથ ના નાથે કરી,તત્વ સ્ફૂરણા જેમ.(૭)

રચના : કપિલ શેલત ,અક્ષય તૃતીયા,રવિવાર, ૨૬/૪/૨૦૨૦

No comments:

Post a Comment